Thursday 21 April 2016

નિ:સહાય (પાછલા બ્લોગ નો અંતિમ ભાગ)

6th Part:
વિનિતની સામે જે દ્રશ્ય હતું તે જોઇને તેની આંખો પહોળી થઇ ગઇ. વિનિતની નજર સામે એક લગ્નમંડપ શણગારેલો હતો જે કોઇ પોતાના પર પ્રભુતામાં પગલા પાડે તેની રાહ જોઇ રહયો હતો.વિનિત આ બધાથી વિસ્મયતા પામ્યો અને તે પરિસ્થિતિનો તાગ ના કાઢી શક્યો.ઘડીભર માટે તેને પોતાના દાદા પર ગુસ્સો આવી ગયો અને બબડ્યો, આ શુ નૌટંકી આદરી છે દાદાએ? તે પોતાના પગ પછાડતા પછાડતા દાદાની ઓરડી તરફ પહોચ્યો અને બોલ્યો, આ શુ મજાક આદરી છે તમે મારી સાથે? આટલું બોલતાની સાથેજ તેની નજર અચાનક દાદાની બાજુમાં બેઠેલી સૌમ્યા પર પડી અને જાણે તેની જીભ થોથવાઇ ગઇ. તે જે દ્રશ્ય પોતાના નેત્રપટલ પર જોઇ રહ્યો હતો,તેનો તેને ઘડીભર તો વિશ્વાસ ના આવ્યો. તે જોઇ રહ્યો હતો કે,તેના દાદા એક પલંગ પર સૂતા છે અને બાજુ માં સૌમ્યા તથા તેન પિતા એક બાજુ બેઠા છે. વિનિત જાણે જડવત થઈ ગયો. વિનિતની આવી મનોદશા સમજી તેના દાદાએ તેમે પોતાની પાસે બોલાવતા મંદ સ્વરે કહ્યુ, "બેટ, અહીં આવ ,મારી પાસે બેસ. બેટા,મે તને કાંઇ હેરાન કરવાના ઇરાદે નથી બોલાવ્યો. હું મારી એક ભૂતકાળમાં કરેલી ભૂલ સુધારવા માગુ છું. મને પશ્ચાતાપ કરવાનો એક તો મોકો આપીશ ને?" વિનિતનાં કપાળની રેખાઓ બદલાઇ. દાદા શુ બોલી રહ્યા છે તેને સમજાઇ રહ્યુ નહોતુ, તેણે દાદાને સ્પષ્ટ બોલવા કહ્યું. દાદા માંડ માંડ બોલ્યા,"બેટા,મારી આખરી ઇચ્છા છે કે,તુ અને સૌમ્યા મારી નજર સામે લગ્ન કરો" આટલું બોલીને દાદા હાંફવા માંડ્યા. વિનિત પણ આ સાંભળીને સડક થઇ ગયો. તે પોતાના દાદાને બોલ્યો,દાદા તમે શુ બોલી રહ્યા છો, તેનુ ભાન છે? તેની સાથે મારા લગ્ન કોઇ પણ રીતે ના થઈ શકે,તે પહેલેથી પરિણીત છે. તે સૌમ્યા સામે જોઇ બોલ્યો, સૌમ્યા તુ કેમ કાંઇ બોલતી નથી,સમજાવ આ દાદા ને,જાતી જીંદગીએ પાગલ થઈ ગયા લાગે છે. સૌમ્યા કંઇ પણના બોલતા વિનિતની બેચેની વધી ગઇ. તે કાંઇ બોલવા જાય, તે પહેલા સૌમ્યાનાં પિતાએ તેને ટોકતા કહ્યુ, તારા દાદા જે બોલી રહ્યા છે ,તેનું તેમને ભાન છે અને તેમને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલનો અહેસાસ પણ છે. વિનિત આ સાંભળી બોલ્યો, આ માણસ પર હું ક્યારેય ભરોસો ના કરી શકુ અને તમે સૌમ્યાનાં પિતા હોવા છતા પણ તમે તે પરિણીત હોવા છતા બીજા લગ્ન કરાવવા માગો છો કે પછે તમે બંને સૌમ્યાનો ઉપયોગ કરી મારી સંપત્તિ હડપવા માગો છો? વિનિતનાં આટલુ જ બોલતા તેના ગાલ પર એક તમાચો પડ્યો, તેણે પોતાની જાતને સંભાળી અને જોયુ તો આ તમાચો મારવાવાળુ બીજુ કોઇ નહી પણ સૌમ્યા જ હતી. સૌમ્યા જાણે વરસી પડી, શુ આટલો જ જાણ્યો તે આપણા પ્રેમને, શુ તારે મન આપણા પ્રેમની આટલી જ કદર છે?? વિનિત ગાળ પંપાળતા બોલ્યો,સૌમ્યા તુ મારા દાદાને નથી ઓળખતી. સૌમ્યા તેને રોકતા બોલી, જે માણસ બીજા માણસને સુધરવાનો મોકો પણ ના આપે તે પણ ગુનેગાર છે.હા,તારી વાત સાચી કે, મારા લગ્ન થઇ ચૂક્યા છે પણ તુ શુ એ જાણે છે કે, તે લગ્ન તૂટી પણ ચૂક્યા છે? આટલુ બોલતા સૌમ્યાનાં ગળામાં ડૂમો ભરાઇ ગયો. સૌમ્યાનાં પિતા સૌમ્યાની અધૂરી વાત પૂર્ણ કરતા બોલ્યા, બેટા,મને માફ કરી દેજે પણ સૌમ્યાની આ સ્થિતિ પાછળ માત્ર ને માત્ર હુ જવાબદાર છું. મે પૈસાની લાલચમાં આવી મારીએ દીકરીને એક અમીર પરિવાર માં પરણાવી દીધી પણ તે છોકરો ચારિત્ર્યહીન નીકળ્યો, તે રોજ સાંજે દારૂ પીને આવતો અને સૌમ્યાની મારપીટ કરતો.સૌમ્યા ચૂપચાપ બધુ સહન કરી લેતી પણ એક વાર તો તેણે હદ કરી નાખી, તેણે સૌમ્યાને કોઇ કારણ વિના તરછોડી દીધી,તેની એક સ્ત્રિમિત્રનાં ઇશારે તેણે આ બધુ કર્યુ હતુ. સૌમ્યા આ ઘટના બાદ ઘેરા સદમામાં આવી ગઇ. એક તો તને ખોવાનો વિરહ અને ઉપરથી લગ્નજીવનમાં ભંગાણ.બેટા, તેની નિરસ જીંદગીમાં ફરી ખુશહાલી થાય તથા તમારો પ્રેમ ફરી સજીવન થાય તે માટે તને બોલાવ્યો છે. વિનિત બધુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. પણ,તેના મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો,તેણે પોતાના દાદા તરફ આંગળી ચીંધતા કહ્યુ, આ માણસ જેણે મારી ખુશીનાં રસ્તા પર હંમેશા કાંટા રોપ્યા છે,તે ક્યારથી અમાર પ્રેમને સમજવા લાગ્યો? વિનિતનાં આવા અણિયાણા સવાલથી થોડીવાર ઓરડામાં સન્નાટો વ્યાપી ગયો. સૌમ્યાનાં પિતા મૌન તોડતા બોલ્યા,તેની પાછળ એક લાંબી ઘટના છે. વિનિતે બેફિકરાઇથી જવાબ આપ્યો,"હા,સાંભળુ છું."શુ હતી એ ઘટના જેનાથી વિનિતનાં દાદાનું હ્રદય પરિવર્તન થઇ ગયુ,શુ શક્ય બનશે વિનિત સૌમ્યાનાં લગ્ન? શુ જીવંત થશે તેમનો પ્રેમ કે આવશે કોઇ નવી અડચણ? તે માટે રાહ જુઓ 'નિસહાય'ની આખરી મહાકડીની......
-'ક્ષિતિજ'
('ક્ષિતિજ ના અંતરનાં સોપાનો'માથી)

7th Part:
સૌમ્યાનાં પિતા અસમંજસમાં મુકાઇ ગય હતા, વિનિતને બધુ જણાવવુ કે નહીં આથી તેમણે વિનિતનાં દાદા તરફ પ્રશ્નાર્થભરી નજરે જોયું. વિનિતનાં દાદાએ હકારમાં માથું ધુણાવ્યું. નજરોથી રમાઈ રહેલો આ ખેલ વિનિતની સમજથી બહાર હતો છતા તેણે કોઇ પણ પ્રકારની ખલેલ પહોંચાડવાનુ મુનાસિબ ના માન્યું. તે આ અશક્ય કામ કઇ રીતે પાર પડ્યું તે જાણવા બેહદ આતુર હતો. સૌમ્યાનાં પિતાએ વિનિતનાં દાદા તરફથી નજર હટાવી વિનિતની નજર સાથે નજર મેળાવતા કહ્યુ, "તારે સાંભળવુ જ છે તો સાંભળ. ઉપરવાળાને જ્યારે જ્યારે આપણે ભૂલાવી બેસીએ ત્યારે તે આપણને પરચો બતાવે છે અને એ ભૂલ અમે કરી બેઠા. ઉપરવાળાએ તને અને સૌમ્યાને એક કરવાનું કામ અમને સોંપ્યુ હતુ અને અમે બંને તેમ કરવાને બદલે સ્વાર્થમાં આંધળા થઇ તમારા બંનેની જીંદગીનો સોદો કરી દીધો અને ઉપરવાળે પણ અમને અમારી આ ભૂલની આકરી સજા આપી દીધી. મારી ભૂલને લીધે આજે મારા હૈયાનો ટુકડો,મારી સૌમ્યા આજે પોતાની જીંદગીનાં સૌથી દુખદ સમયમાંથી પસાર થઇ રહી છે. જે માટે હુ મારી જાતને કદી પણ માફ નહીં કરી શકુ. તારા દાદાને તો મારા કરતા પણ આકરી સજા મળી છે.આજથી બે મહિના પહેલાની વાત છે. સાંજનો સમય હતો અને તારા દાદા તમારા ખેતરેથી પાછા ફરી રહ્યા હતા. તેમને જરા પણ અંદેશો નહોતો આજે શુ થવાનુ છે તેનો. તારા દાદા હજુ અડધા રસ્તે પહોચ્યા હશે ત્યા સામેથી એક ટ્રક પૂરવેગે યમદૂતની જેમ ધસી આવ્યો. એ કાળમુખા ટ્રકે તારા દાદાને જોરદાર ટકકર મારી. નસીબજોગે તારા દાદા ટ્રક નીચે આવવાને બદલે ફંગોળાઇ ગયા અને બેભાન થઇ ગયા. ટ્ર્કચાલકે તો તારા દાદા જીવે છે કે નહીં તેની પરવા કર્યા વગર ત્યાથી ભાગી ગયો. તારા દાદા લોહીલુહાણ હતા અને સતત લોહી વહ્યે જાતુ હતુ પણ તારા દાદાનાં તોછડા સ્વભાવને લીધે કોઇ તેમને મદદ કરવા આગળનાં આવ્યુ. કોઈપણ ગામવાળુ તારા દાદાને માટે પોલીસનાં ઝમેલામાં પડવા માગતુ નહોતુ. સૌમ્યા તે તરફ જતી હતી ત્યા તેની નજર લોકોની ભીડ પર પડી. તેણે ત્યા જઇને જોયુ તો તારા દાદા લોહીલુહાણ અવસ્થામાં પડ્યા હતા. તેણે ઘડીભરનો વિચાર કર્ય વગર એમબ્યુલન્સ બોલાવી અને તારા દાદાને દવાખાનામાં ભરતી કરાવ્યા.સૌમ્યા જો સમયસર ના પહોચેંત તો તારા દાદાનુ જીવવાનું પણ મુશ્કેલ હતુ પરંતુ ટ્રક સાથેની જોરદાર ટકકરને લીધે તારા દાદાનાં બંને પગ ખોટા થઇ ગયા. તારા દાદા કોઇ નાં સહારા વગર ચાલી પણ નથી શક્તા. આવા સમય પર જ્યારે તેમને પોતાના કોઇ સ્વજનની આવશ્યકતા હતી ત્યારે કોઇ પણ નહોતુ તેમની પાસે. આનાથી વધુ મોટી સજા કઇ હોઇ શકે. તારા દાદાને પોતાની ભૂલનો અહેસાસ થઇ ચૂક્યો હતો પણ ત્યા સુધીમાં ઘણુ મોડુ થઈ ચૂક્યુ હતું. તારા દાદા અંદર અંદર ઘૂંટાતા હતા. એક વાર તેમણે પોતાની જીંદગીની જીવાદોરી કાપી નાખવાની પણ કોશિશ કરી. એ તો સારુ હતુ સૌમ્યા સમયસર પહોંચી ગઇ નહીં તો...... " વિનિત બધુ સમજી ગયો પણ વિનિત કંઇ બોલે તે પહેલા તેના દાદા દબાયેલ સ્વરે બોલ્યા, "બેટા આ સૌમ્યા મારા માટે ઇશ્વરનાં કોઇ અવતારથી કમ નથી. મે જ્યારે પોતાની જીંદગી આટોપી લેવાનુ વિચાર્યુ ત્યારે તે મારી પાસે આવી અને મને એમ કરતા રોક્યો. તેણે મને એમ પણ કહ્યુ, તમે પોતાને ક્યારેય પણ એકલા ના સમજો. હુ હંમેશા તમારી સાથે છું. મને તમારી દીકરી જ માનજો. આજથી તમારી સેવા પણ હું જ કરીશ.તેના આવુ બોલતા મે તેને પુછ્યુ,સૌમ્યા, મે તારી પાસેથી તારો પ્રેમ છીનવી લીધો અને આટલી હડધૂત કરી છતાં તુ મારી સેવા કરવા તૈયાર છો. સૌમ્યાએ આપેલા એ એક લીટીનાં જવાબે મને તને એ પત્ર લખવા મજબૂર કર્યો. તે બોલી,વિનિત અને હું ક્યા અલગ છીએ. આરો પ્રેમ તો અમર છે. આમ પણ હું તેને મનોમન વરી ચૂકી હતી તો પછી અમને અલગ કરવાનો સવાલ જ પેદા નથી થતો." તેના દાદા આટલુ બોલતા હાંફી ગયા. સૌમ્યા તરત પાણીનો ગ્લાસ લઇ દોડી પણ દાદાએ તેને નકારમાં ઇશારો કર્યો અને પોતાની વાત આગળ ધપાવતા બોલ્યા, "બેટા, એ 'નિસહાય' છોકરી મારા માટે સહારો બની ઉભી રહી. મારી ઇચ્છા છે કે, એ 'નિસહાય'નો આશરો તુ બને." આટલુ બોલતા દાદાની આંખમાં ઝળઝળીયા આવી ગયા. તે વધુ કાંઇ ના બોલી શક્યા. અત્યાર સુધી ધ્યાનથી બધુ સાંભળતો વિનિત બોલ્યો,સૌમ્યાની અને દાદાની જીંદગીમાં આટલુ બધુ થયુ અને કોઇએ મને જાણ પણ ના કરી? સૌમ્યાનાં પિતા વિનિતને શાંત પાડતા બોલ્યા, બેટા,તારી દાદા પ્રત્યેની નફરત અને સૌમ્યા પ્રત્યેનાં પ્રેમનો અંદાજો સૌમ્યાને હતો આથી તારી જીંદગીમાં કોઇ નવુ તોફાન ના આવે અને તુ તારી જીંદગી શાંતિથી જીવી શકે તે માટે સૌમ્યા એ જ તને કાંઇ કહેવાની ના પાડી હતી. આ સાંભળતા જ વિનિત સૌમ્યા તરફ દોડી ગયો અને તેના બંને હાથ પકડ્યા અને રડમસ અવાજે બોલ્યો,  કેટલા બલિદાન આપીશ તુ મારા માટે? તારી જીંદગીથી તો મારી જીંદગી છે. તે ક્યારેય પણ વિચાર્યુ છે, તારા વિના હુ કઇ રીતે જીવુ છુ? વિનિતનાં વાક્યો સાંભળી ઓરડામાં રહેલા બધા લોમો રડી પડ્યા અને સૌમ્યા વિનિતની બાહોમાં ઢળી પડી અને આંસુ વહાવવા લાગી પણ ફર્ક આ વખતે એ હતો કે, આ વખતે આંસુ હર્ષનાં હતા,પાછા મળેલા પ્રેમનાં હતા. વિનિત અને સૌમ્યા એ તે જ દિવસે બહાર શણગારેલા મંડપમાં પ્રભુતામાં પગલા પાડ્યા અને એકમેકનાં થઇ ગયા. તે બંને લગ્ન પછી વડીલોનાં આશિર્વાદ લેવા પહોચ્યા. બંને એ સૌમ્યાનાં પિતાનાં આશિર્વાદ લીધા.બંને વિનિતનાં દાદાનાં આશિર્વાદ લેવા જેવા ઓરડામાં પહોચ્યા તો જુએ છે કે, તેના દાદા ઓરડાની ફર્શ પર ઢળી પડ્યા હતા. હા, વિનિતનાં દાદાએ અનંતની વાટ પકડી ચૂકી હતી.વિનિતનાં દાદાનાં મુખ પર કંઇક કર્યાનો સંતોષ સાફ ઝળકાતો હતો. આજે વિનિતનાં લગ્નને પાંચ વર્ષ થઇ ચૂક્ય છે અને તેમના ઘરે એક નાના રાજકુમારનુ પણ અવતરણ થઇ ચૂક્યુ છે. વિનિતનું ઘર હવે હર્યુભર્યુ રહે છે. એક સમયે પોતાના દાદાને ધિક્કારાતા વિનિતનાં ઘરમાં તથા ઓફિસમાં દાદાની તસવીર ઝળકાઇ આવે છે. એક સમયે પોતાના દાદાને યાદ પણ ના કરવા માગતો વિનિત આજે તેના દાદાની દરેક પુણ્યતિથિએ ઘરડાઘરમાં જઇ ત્યા તેમનાં નામે દાન આપે છે અને આખો દિવસ ત્યા જ વ્યતિત કરે છે.
-'ક્ષિતિજ'
('ક્ષિતિજના અંતરનાં સોપાનો'માથી)

No comments:

Post a Comment