Thursday 20 June 2013

પ્રેમઃ અમૃત કે વિષ?

 "હૃદયનાં એક એક ધબકારમાં વસાવી જીંદગી બનાવી જેને ,
મોત કરતા પણ દર્દનાક કહેવાય એવી જીંદગી  આપી તેણે "

                                                 સાંજ પડતાં જ  ઢળતાં  સૂરજની કિરણોએ ફળિયામાં સજાવેલા મંડપની  શોભામાં ચાર ચાંદ લગાવી દીધા, વિહારના પરિવાર માટે આ સાંજ ખુશીઓ ની હેલી બની વરસી રહી હતી ત્યાં અચાનક વિહારની માતાની નજર પોતાના વહાલસોયા દીકરા વિહાર પર પડી, વિહારનું વર્તન આજે આખો દિવસ કંઈક વિચિત્ર રહ્યું હતું અને અત્યાર તો વિહાર રીતસરનો હૈયાફાટ રૂદન કરી રહ્યો હતો. વિહાર ની માતાથી આ ના સહેવાતાં તેને વિહારને રડવાનું કારણ પૂછ્યું પણ વિહારે કંઈ પણ બોલ્યા વિના રડવાનું ચાલુ રાખ્યું. ઘરમાં આવડો  મોટો ખુશીનો પ્રસંગ હતો અને વિહાર ને રડતા જોઈ તેની માતા ને અજુગતું લાગ્યું એટલે તેણે વિહારનાં મિત્રો ને પૂછ્યું તો વિહાર ના મિત્રો માત્ર એટલું  જ બોલ્યા, "આજે વિહારને રડવા ડો, એને રોકો નહી, એનું મન હલકું થવા દો, નહિ તો ખબર નહિ એ શું કરી બેસશે?!!"   અને અચાનક જ વિહાર ના બધા મિત્રો દસ વર્ષ પહેલાંના ભૂતકાળ માં પહોચી ગયા....
                                                 બીજા બધા સામાન્ય દિવસો ની જેમ આ પણ એક સામાન્ય દિવસ જ હતો પણ વિહાર માટે આ દિવસ કઈ કેટલાયે આશ્ચર્ય લઈને આવવાનો હતો. વિહાર ત્યારે પાંચ માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો, વિહાર એટલે એક સોહામણો અને શાંત છોકરો, કોઈની સાથે પણ દૂધ માં સાકર ભળે  તેમ ભળી જાય એવો એનો મધુર સ્વભાવ હતો વિહાર રોજ ની જેમ જ પોતાની જગ્યાએ બેસવા ગયો ત્યાં તેની નજર એક છોકરી પર પડી, આ છોકરી ને તેણે પોતાની શાળામાં ક્યારેય પણ જોઈ નહોતી અને આજે એ છોકરી પોતાની જગ્યાએ બેઠેલી જોઈ તેને આશ્ચર્ય થયું. વિહારને ખબર નહિ પરંતુ તેના મન માં તે છોકરી માટે એક અજબ લાગણી જન્મી,જે હજુ સુધી કોઈના માટે તેણે અનુભવી નહોતી. જી હા, વિહાર તેના પ્રેમ માં પડી ગયો હતો, લોકો જેને પેહલી નજર નો પ્રેમ કહે છે,બસ તે... પણ વિહારને તે છોકરી વિશે કાઈ પણ ખબર નહોતી, શાળા છૂટ્યા બાદ તેને પોતાના વર્ગખંડની એક છોકરી ને તેના વિશે પૂછ્યું, વિહાર ને બસ એટલી ખબર પડી કે તેનું નામ વેદાંગી  હતું અને તે આ ગામમાં નવી જ રેહવા આવી હતી.વેદાંગી વિશે વાત કરીએ તો  વેદાંગી સુંદરતા માં કોઈ અપ્સરા થી કમ નહોતી, અને તેના અવાજમાં કોયલ જેવો રણકો હતો, કોઈ પણ પુરુષ ઈચ્છે તેવા બધા ગુણ તેનામાં હતા. વિહાર શાળાએ થી છૂટ્યા બાદ તેના જ વિચારો માં ખોવાયેલો રહ્યો, અને બીજો દિવસ પડે એની રાહ જોવા લાગ્યો.
                                                  બીજો દિવસ પડતા જ રોજ મોડો પહોચવા વાળો વિહાર આજે શાળાએ વહેલોપ પહોચી ગયો અને વેદાંગી ના આવવાની રાહ જોવા લાગ્યો. વેદાંગી આવતા જ તે એની સામે એકીટસે જોઈ રહ્યો , વેદાંગીને આ બધું અજુગતું લાગતા તે  વિહાર પોતાને ના જોઈ સકે તેવી જગ્યા એ બેસી ગઈ, પણ વિહાર એમ થોડી હર મને તેવો હતો, તે તો જઈને વેદાંગી ની બાજુ માં જઈને બેસી ગયો. આ  હતી વિહાર અને વેદાંગી ની પ્રથમ મુલાકાત ..સમય જતા વિહાર નું હૈયું  વેદાંગી માટે જોરો થી ધબકવા લાગ્યું અને એને  વેદાંગી ને પોતાના મન ની લાગણી વ્યકત ક્સરવાનું નક્કી કર્યું . બીજા જ દિવસે વિહાર નવા કપડામાં સજ્જ થઈ પહોચી ગયો  વેદાંગી પાસે  અને પોતાના પ્રેમ નો એકરાર કર્યો ,  વેદાંગી તો આ અચાનક થયેલાં એકરાર થી હેબતાઈ ગઈ અને ચુપચાપ પોતાના ઘરે જતી રહી .. પછી તો આ નિત્યક્રમ બની ગયો, વિહાર રોજ વને જુદી જુદી રીતે પ્રેમ નો એકરાર કરતો, એક બાજુ જ્યાં પ્રેમ પુરબહારે ખીલેલો હતો ત્યાં સામે ની બાજુ પણ પ્રેમ ની કુંપળો ફૂટવાની શરુ થઇ ચુકી હતી, જી હા  વેદાંગી પણ વિહાર ના પ્રેમ માં પડી ચુકી હતી, અમ પણ જયારે સાચા હૃદય થી પ્રેમ કરો ત્યારે ઈશ્વરે પણ એક વાર નમવું જ પડે, બસ આજ નો દિવસ વિહાર અને  વેદાંગી માટે ખુશીઓ લાવનારો હતો, વિહારે જેવો પોતાના પ્રેમનો એકરાર કર્યો,  વેદાંગીએ પોતાની આંખ ની પાંપણ ઝુકાવી તેના એકરાર ને સ્વીકારી લીધોમ વિહાર માટે આ દિવસ એની જીંદગી નો સૌથી મહત્વ નો દિવસ બની રહ્યો ..
                                                    પછી તો શું હતું, વિહાર અને  વેદાંગી એક બીજા ના ગળાડૂબ પ્રેમ માં પડી ગયા, બંને એક બીજા સાથે જીવવા મરવાના કોલ આપી ચુક્યા હતા, બંને ની જોડી રાધા કૃષ્ણ ના જેવી જોડી હતી, તેમના જેવી જ પવિત્ર અને અતુટ ... બંને ના મિત્રો પણ આ જોડી ને સાત જન્મો ની જોડી માનતા હતા .. ધીરે ધીરે બંને ના આ સંબંધ ને દસ વર્ષ કેમ વીતી ગયા એ જ ખબર ના પડી .. 
                                                     આજે વિહાર જેવો પોતાના ઘરે પહોચ્યો, ત્યાં તેની માતાએ તેને ખુશખબરી આપી, તેના વહાલસોયા ભાઈના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા, પણ જયારે તેને ભાભી નું નામ પૂછ્યું ત્યારે તેનું મો કમલા ના રોગી ની ન્જેમ પીળું પડી ગયું, તે જમીન પર ફસકી પડ્યો, હા તે બીજું કોઈ નહિ,  વેદાંગી હતી .. વિહારે તરત જ  વેદાંગીનો નંબર જોડ્યો પણ સામે થી તેની મિત્ર એ ફોન ઉપાડ્યો અને કહ્યું  વેદાંગી હવે તમને પ્રેમ નથી કરતી, માટે એને પ્રેમ કરવાનું છોડી ડો અને તેને ભૂલી જાઓ ..   વેદાંગી તેને આવડો મોટો વિશ્વાસઘાત કરશે તેની તો વિહાર ને મન માં પણ કલ્પના નહોતી .. અને આજે એ જ દિવસ હતો જયારે વિહાર ના ભાઈ અને  વેદાંગીના લગ્ન હતા અને વિહાર હૈયાફાટ રુદન કરી રહ્યો હતો .. 
                                                   હવે વિહાર ના ભાઈ ના લગ્ન થઇ ચુક્યા છે પણ વિહાર આ બધા માટે  વેદાંગીને દોષી નથી માનતો, તે પોતાના ભાગ્ય ને દોષી માનતા કહે છે, મારા જ પ્રેમ માં કોઈ ખોટ રહી ગઈ હશે જે માટે  વેદાંગી આજે મારી પાસે નથી ..  વેદાંગીની પોતાની પણ કોઈ મજબૂરી રહી હશે .. આજે વિહાર પોતાની જીંદગી માં કોઈ બીજી સ્ત્રી ની કલ્પના પણ કરી સકતો નથી અને દરેક સ્ત્રી માં પોતાની વેદાંગીને શોધતો ફરે છે .. વિહાર ના આ શબ્દો હજુ પણ મારા કાન માં ગુંજે છે, " ક્ષિતિજ,  વેદાંગી મારો પેહલો પ્રેમ હતી અને આખરી પ્રેમ પણ એ જ રહેશે  કારણ કે હૃદય જયારે એક વાર તૂટી જાય છે ત્યારે તે બીજી વાર પ્રેમ કરવાને લાયક જ નથી રેહતું," આજે હસમુખ અને બધા ને ખુશ રાખવા વાળો વિહાર અન્દર થી તૂટી ચુક્યો છે, પણ તે ક્યારેય આ વાત ને બહાર આવવા દેતો નથી અને તેના જીવન નાં આ સોપાનો બહુ ઓછા લોકો ને ખબર છે ... 

  -"ક્ષિતિજ નાં અંતર નાં  સોપાનો માંથી"